જગપ્રસિદ્ધ ગૌધામ પથમેડા દ્વારા આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ અને 5250 તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભર અને વિદેશમાં પણ જે સંસ્થા ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા મુજબ ગૌ માતાની જાળવણી અને પૂજા અર્ચના કરી રહી છે તેવી ગૌ ધામ પથમેડા દ્વારા અમદાવાદ ખાતે તા. 26 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌ માતા પૂજન અને દાન વિધિ નો મહિમા સમજાવવામાં આવ્યો હતો.દેશમાાં પ્રથમ વખત સુરભિ શક્તિપીઠની સ્થાપના કરવામાાં આવી રહી છે. આ પીઠમાાં શાસ્ત્રોક્ત પદ્ધતિ થી પરાંબા ભગવતી સુરભિ ગૌમાતાની પૂજા અર્ચના થશેઅને આ મંદિરમાં ગુજરાત રાજસ્થાન સહિત 2500 થી વધુ ગૌશાળાઓથી થયેલા ગૌપૂજન કરેલા ગૌરજ થી બનાવવામાં આવેલા આ મંદિરમાં પદ્ધતિથી પરંબા ભગવતી સુરભિ ગૌમાતાની પૂજા-અર્ચના થશે. શક્તિપીઠમાાં રાજસ્થાન અને ગુજરાતની 2500થી વધુ ગૌશાળાઓથી ગોપૂજન કરીને ગૌરજના સંકલ્પ કરી મંદિરની સ્થાપના કરવામાં આવશે. શક્તિપીઠની સ્થાપના પૂર્વે 52 ગૌ માતાઓ ની હાજરીમાં 52 કુંડી શ્રી સુરભિ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિથી પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે દેવઉઠી એકાદશી ના અવસરે ખાસ 5250 તુલસી વૃંદા ના લગ્ન કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં થી 2 લાખથી વધુ જનમેદની ઉમટી પડી હતી અને ગૌ માતાના સુરભિ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ મહોત્સવમાં પુરા દેશમાંથી અનેક સંતો મહંતો અને લાખો ગૌભક્તો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દસ દિવસ શરૂ રહેલા આ મહોત્સવમાં સંતો માટે ખાસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગૌ ભક્તો માટે પણ પ્રસાદની અવિરત સેવાઓ ચાલુ રહી હતી.