આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન રાજકોટની આરાધ્યા નામની બાળકીએ એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવી હતી. જે સાંભળીને વડાપ્રધાને તાળીઓ પાડીને વાહ.. વાહ.. કહીને વખાણ કર્યાં હતાં અને આરાધ્યાના ફેન બન્યા હતા.બાળકીએ વડાપ્રધાનને મળીને કહ્યું કે, 'ભાજપ... ભાજપ... ભાજપ... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝુકાવવા જાતજાતની રમતો રમાય છે, આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝુકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામમંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ...'સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન 5 વર્ષની બાળકી આરાધ્યાના મોદી ફ્રેન્ડ બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. જેમાં 5 વર્ષની બાળકી આરાધ્યાની સ્પીચ સાંભળી મોદી પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો.