ધાનેરા તાલુકા માં આંગણવાડી રીપેરીગ ગ્રાન્ટ માં પોલમપોલ 8500 રૂપિયા ની ગ્રાન્ટ માં મસમોટી ગેર રીતિ આંચરી લાખો રૂપિયા ખિસ્સા માં જતા હોવાનો ઉઠ્યો સુર ગુજરાત સરકાર તપાસ કરે તો દરેક તાલુકે તાલુકે ગેરરીતિ ના ભૂત ધૂણે એવી સ્થિતિ...

 ધાનેરા તાલુકા માં આંગણવાડી કેન્દ્ર ના રીપેર માટે દરેક કેન્દ્ર દીઠ 8500 રૂપિયા ની ફાળવણી કરાઈ છે ત્યારે આ ખર્ચ રીપેર માટે કરવાની જગ્યા એ ગ્રાન્ટ ની પરિભાષા જ બદલી નખાઈ છે રીપેરીગ કરવાની જગ્યા એ ક્યાંક ટેબલ ખુરશી બલ્બ અને મેન સ્વીચ આપાઈ તો ક્યાંક ભીંત પર એક હાથ ડિસ્ટમ્બર નો મારી કેટલાક ભીંત ચિત્રો બનાવ્યા છે અહીંયા મહત્વ ની વાત એ પણ છે કે મળતીયા ને કામ આપી ને આંગણવાડી કેન્દ્ર માંથી વાઉચર આપી રોકડ યા ફોન પે ગુગલ પે દ્રારા નાણાં 8500 વસુલી લેવામાં આવ્યા છે જો હાલ ની બજાર કિંમત કામ અને આપેલ ચીજ વસ્તુઓ કિંમત ગણીયે તો માંડ માંડ 3000 ની આસપાસ થવા જાય છે બાકી ગોટલા જ છે મીટીંગ માં તાલુકા ના સેજા વાહી સુપરવાઈઝર ના આદેશ ને વશ થઈ કેન્દ્ર માંથી, 8500 રૂપિયા ચૂકવવા કેન્દ્ર સંચાલક મજબુર બન્યા છે 

ડર ના માર્યા કેમેરા સામે કશુ બોલવાની કોઈ આંગણવાડી સંચાલક ની હિંમત નથી ધાનેરા ના આગેવાનો પણ આંગણવાડી કેન્દ્ર પર સચોટ જોયા બાદ સમગ્ર મામલે તપાસ ની માંગ કરી રહ્યા છે અને કસૂરવાર યા ગેરરીતિ આચારનાર સામે તપાસ ની માગ કરી છે જો તપાસ ના થાય તો સમગ્ર મામલે આંદોલન કરવાની ચીમકી અપાઈ છે 

ધાનેરા તાલુકા માં લગભગ 100 કરતા વધુ કેન્દ્ર માં રીપેરીગ ગ્રાન્ટ માં લેભાગુ ખાનગી માણશ એ ઉપરી અધિકારી ની મીલીભગત થી લાખો નું કરી નાખ્યા ની ચર્ચા છે સબ ગોલમાલ હે જેવી સ્થિતિ છે આંગણવાડી કેન્દ્ર માં ઉપરી અધિકારી ના આદેશ ના પાલન નું રટણ રટાય છે અને ઉચ્ચ અધિકારીઓ છટકી રહ્યા છે કોઈ ગેરરીતિ જાણે જાણતા જ નથી એવો તર્ક રજૂ કરવા માં આવ્યો છે 

 

બનાસકાંઠા ની 2344આંગણવાડી કેન્દ્ર ને 1 99 24000 રકમ ની ગ્રાન્ટ ફાળવવા માં આવી હતી આ રકમ કેન્દ્ર સંચાલક ને જરૂરિયાત મુજબ રીપેરીગ અર્થે વાપરવાની હતી પણ થયું અહીંયા તો ઉલટું મળતીયા નું સેટીંગ કરી ખવાઈ રહી છે મલાઈ ત્યારે સવાલ એ પણ ઉભો થયો કે આ સમગ્ર મામલે આ ખાનગી માણસો કોના છે? કેમ કેન્દ્ર ને ફરજીયાત 8500 આપવા ની ફરજ પાડવા માં આવી રહી છે વગર ટેન્ડર એ કામ કરતો કે કેન્દ્ર પર ચીજ વસ્તુ આપતો માણસ છે કોણ? સુ સરકારી ગ્રાન્ટ નો દૂર ઉપયોગ થતો હોવાની cdpo ને ખબર નથી કે એમાંય પણ કઈક ગડબડ છે? જે હોય તે પણ ગુજરાત સરકાર એક્શન માં આવી સચોટ તપાસ કરે તો ખબર પડે કે 8500 ની ગેરરીતિ ની મલાઈ માં કોણ કોણ ભાગીદાર છે...