ડીસા શહેર દક્ષિણ પોલીસ ગુરૂવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ગવાડી મહંમદપુરાવાસમાં ખુલ્લામાં રોકડ રકમ દ્વારા ગંજીપાનાનો હાર-જીતનો

જુગાર રમતાં જાકીરહુસેન ઉમરભાઇ કુરેશી (રહે. મીરા મહોલ્લા,જૂની પોલીસ લાઇન, ડીસા) તસલ્લીમભાઇ યુસુફભાઇ કુરેશી અને તાહીરહુસેન ફકીરમહંમદ કુરેશી (બંને રહે. છોટાપુરા ગવાડી, ડીસા) ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડા રૂ. 3,200 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.