*સંત શિરોમણી રવિદાસજી મહારાજ ની 648 મી જન્મ જયંતિ(મહાસુદ પૂર્ણિમા)ના પર્વની ઉજવણી ડાકોર ખાતે સંત શ્રી રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ પરગણા 56 દ્રારા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મણીલાલ એલ વાળા વણોતી તેમજ ટ્રસ્ટ ના મહામંત્રી શ્રી વાલજીભાઈ બી પરમાર ગોળજ તેમજ સમગ્ર કારોબારી સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પરગણા 56 ના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને સંત શ્રી રવિદાસજી મહારાજ ની તસવીર ને ફુલહાર પહેરાવી કેક કાપી ચોકલેટ વહેચી બધાંના સહકારથી આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી*

*આ કાર્યક્રમમાં સભાના અધ્યક્ષ સ્થાને આગરવા ના વતની શ્રી ચંદ્રકાન્તભાઈ લલ્લુભાઈ મકવાણા તેમજ શ્રી મનુભાઈ ખોજાભાઈ વાળા બલાઢા તેમજ શ્રી ચતુરભાઈ લાખાભાઈ કેસરિયા અંગાડી શ્રી મનુરામ ભગત જનોડ તેમજ પ્રો.કનુભાઈ એલ વાળા સાહેબ તેમજ શ્રી ભીખાભાઈ અંબાલાલ ચૌહાણ શ્રી ડાહ્યાભાઈ સોમાભાઈ ચૌહાણ શ્રી વિનુભાઈ કસનાભાઈ મકવાણા આગરવા શ્રી જગદીશભાઈ માલવણ શ્રી રમેશભાઈ પાલી શ્રી ડાહ્યાભાઈ પાલી શ્રી જયંતિભાઈ આગરવા શ્રી રમેશભાઈ ઢુણાદરા શ્રી શાંતિલાલ અંગાડી શ્રી વિનુભાઈ મોરારભાઈ ડાકોર શ્રી રામજીભાઈ મોરઆંબલી શ્રી ડાહ્યાભાઈ સૈયાંત શ્રી મહેશભાઈ વાળા બલાઢા તેમજ પરગણા ના આગેવાનો દ્રારા દિપ પ્રાગટ્ય તેમજ માલ્ય અર્પણ કરી રવિદાસ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી.*

*શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિ પ્રસંગે પરગણા 56 માંથી વડીલો મોટી સંખ્યામાં હાજર રહીને સહકાર આપવામાં આવ્યો હતો.*

*આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી એ કર્યું હતું આભાર વિધિ ટ્રસ્ટ ના મહામંત્રી તરફથી કરવામાં આવી હતી.પ્રો.કનુભાઈ વાળા સાહેબ એ એન્કરિંગ કર્યું હતું.*

*સંત શ્રી રવિદાસ જન્મ જયંતિ પ્રસંગે આવેલ તમામ મહેમાનો ભાઈઓ બહેનો યુવાનો ને ભાવતું ભોજન (ભોજનના યજમાન)શ્રી ચંદ્રકાન્તભાઈ લલ્લુભાઈ મકવાણા આગરવા તરફથી આપવામાં આવ્યું હતું.*

આ કાર્યક્રમમાં પરગણાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

પત્રકાર અનવર સૈયદ ઠાસરા તાલુકા ખેડા જિલ્લા ગુજરાત.