ડીસાના ભીલડી પંથકના પાંચ ગામડાઓમાં વીજ કંપની દ્વારા ગુરુવારે ચેકીંગ હાથ ધરતાં ખેડૂતોના સિંગલ ફેઝના વીજ કનેક્શન ચેક કરતા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. 11 ખેડૂતોના વીજ જોડાણમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 9 લાખનો દંડ કરાયો હતો.
વડોદરા ગુ.ઉ.વી.એન.એલ. દ્વારા ડીસાના ભીલડી પંથકના લોરવાડા, સોતમલા, ઓઢવા, મુડેઠા વિગેરે ગામોમાં વીજ ચોરી પકડવા માટેની ગુરુવારે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ છ ટીમો બનાવી ભીલડી પંથકના જૂદા-જૂદા પાંચ ગામડાઓમાં ખેડૂતોના સિંગલ ફેઝના વીજ કનેક્શન ચેક કરતા 11 ખેડૂતોના વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી.
જેના પગલે વીજ ચોરી કરતાં પકડાયેલાં ખેડૂતોને અંદાજે રૂ. 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આમ વારંવાર વીજ કંપની દ્વારા દંડ ફટકારવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.