પાલનપુર તાલુકાના મોરીયા ગામ નજીક મંગળવારની મોડી રાત્રે ભૂતેડીથી પાલનપુર તરફ આવી રહેલી એક રીક્ષાને ગાડીએ ટક્કર મારતાં અકસ્માત અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષામાં સવાર મોરીયા ગામના યુવકનું મોત નિપજ્યું હતું.જ્યારે રીક્ષા ચાલક ઘાયલ થયો હતો. જ્યારે ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.
પાલનપુર તાલુકાના મોરીયા નજીક મંગળવારની મોડી રાત્રે ભૂતેડીથી પાલનપુર તરફ આવી રહેલી એક રીક્ષા દેલવાડા ગામમાં પાટીયા નજીક પસાર થઇ રહી હતી. તે દરમિયાન પૂરઝડપે આવેલી એક ગાડીના ચાલકે રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં રીક્ષામાં સવાર મોરીયા(પા) ગામના વિજયભાઇ ખીમાભાઇ પરમાર (ઉં.વ.આ. 30) નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ રીક્ષા ચાલક મનોજભાઇ ચેલાભાઇ જગાણીયા (રહે. લીંબોઇ તા.વડગામ) ગંભીર ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, અકસ્માત સર્જનાર ગાડી રોડની બાજુમાં ફંગોળાઇ જતાં ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો.