દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન એક બોલેરો કેમ્પર ફોર વ્હીલર ગાડીમાંથી મોટા ચાંદીના બિસ્કીટ તથા દાગીના કિંમત રાજ કાપડિયા 9879106469 જાહેરાત આવવા માટે સંપર્ક કરો  રૂા.૭૫,૬૦,૦૦૦, અલગ અલગ દરની ચલણી નોટો કિંમત રૂા.૧,૩૮,૪૭,૪૯૦ રોકડા તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૨,૧૯,૦૭,૪૯૦નો મુદ્દામાલ ઝડપી પાડતાં સમગ્ર દાહોદ જિલ્લામાં આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, આ ચાંદીનો જથ્થો અને રોકડ રૂપીયા ઝાંસીથી ગુજરાતના રાજકોટ ખાતે લઈ જવામાં આવતો હતો. આ બનાવમાં પોલીસે ગાડીમાં સવાર ૩ ઈસમોની અટકાયત પણ કરી છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓની ચુંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચુંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારોમાં પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જિલ્લાને સરહદે આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પોલીસે વાહન ચેકીંગ સહિતની કામગીરી કરી રહી છે, ત્યારે ગતરોજ રાત્રીના સમયે દાહોદને અડીને આવેલ ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી એક બોલેરો કેમ્પર ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. પોલીસે તેને ઉભી રાખી ગાડીમાં સવાર ત્રણ ઈસમોની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ફોર વ્હીલર ગાડીની ડ્રાઇવર સીટની પાછળ નીચે ચોરખાનું જણાયું હતું. તે ખાનામાં તપાસી ચેક કરતાં નાના મોટા ચાંદીના બિસ્કીટ તથા દાગીના, કુલ વજન ૧૦૮.૪૫૯ કી.ગ્રા કિ.રૂ.૭૫,૬૦,૦૦૦, અલગ અલગ દરની ચલણી નોટોના બંડલ જેમાં ચલણી નોટો મળી કુલ રોકડ રૂપીયા ૧,૩૮,૪૭,૪૯૦ તથા બોલેરો કેમ્પર ફોર વ્હીલર ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨,૧૯,૦૭,૪૯૦ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ મુદ્દામાલની વિગતો તેમજ બીલો રજુ કરવા કહેતાં ઝડપાયેલા ઈસમો પાસે આ પકડજાયેલ મુદ્દામાલનો કોઈ આધાર પુરાવો મળી આવ્યો ન હતો. આ બનાવમાં ગાડીના ચાલક સહિત ત્રણ ઈસમો જેમાં વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા અને રાજુભાઇ શ્રીકાલીકાપ્રસાદ પટેલ (ત્રણેય ઝાંસી ઉત્તર પ્રદેશ ના રહેવાસી)  ની પોલીસે અટકાયત કરી હતી.આ સંબંધે કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે