ડીસા-કંસારી હાઇવે ઉપરથી રવિવારે સવારે સાત પાડી ભરેલ પીકઅપ જીપડાલુ ઝડપાયું હતું. પોલીસ દ્વારા પશુઓને યોગ્ય સારવાર આપી કાંટ પાંજરાપોળમાં મોકલાયા હતા.

ડીસા પાસેથી રવિવારે સવારે પશુઓ ભરેલ પીકઅપ જીપડાલું જઇ રહ્યું છે. જેની જાણ જીવદયાપ્રેમીઓને થતાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશનને આપતાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને ડીસા-કંસારી હાઇવે ઉપરથી પસાર થતાં પીકઅપ જીપડાલા નં. જીજે-08-એડબલ્યુ-5517 ને રોકાવી તપાસ કરતાં અંદર સાત પાડીઓ ભરેલી હતી.

જીપડાલા ચાલક પાસે કોઇ પરમીટ ન હતી. પોલીસે દ્વારા પશુઓને કાંટ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ જીપડાલા ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.