રાજસ્થાનના શિરોહી જીલ્લાના રેવદર તાલુકાના વાસડા ગામના ભાવેશકુમાર રમેશકુમાર ગર્ગ (ઉં.વ.25) એ ગુરૂવારે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં બુધવારે તેમનો ભાઇ ખુશાલભાઇ ગામના જ નટવરભાઇ પુરોહીતની બાઇક પાછળ બેસીને પાંથાવાડા તરફ આવી રહ્યો હતો. ત્યારે આરખી પાટીયા પાસે પાંથાવાડાથી મંડાર જતાં હાઇવે ઉપર કારના ડ્રાઇવરે સામેથી આવતાં બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલક નટવરભાઇ પુરોહીતને હાથે ફેકચર તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.
જેથી પાલનપુરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. તેમજ બાઇક પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેને 108 મારફતે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ ઇજા જણાતાં તેને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી ખુશાલભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કારનો ચાલકે તેની કાર મૂકી નાસી ગયો હતો. જેથી મૃતકના ભાઇએ કારના ચાલક સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.