ભુજ, બુધવારઃ

ત્રાસવાદીઓ કે આતંકવાદી અગર તો ઉધોગગૃહો માટે બહારથી આવતા લોકોમાં કોઇ અસમાજિક તત્‍વો મકાન ભાડે રાખીલોકોની જિંદગી, સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી માટે જોખમ ઉભું કરે નહીં તે માટે કોઇને મકાન ભાડે આપવામાં આવે ત્‍યારે ભાડુઆતનીવિગતો પોલીસ સ્‍ટેશને આપવા અંગે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા જાહેરનામું બહાર પાડયું છે.

જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કોઇ મકાન ભાડે આપે ત્યારે સબંધિતપોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અનેસબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોઇ તે અંગેની જરૂરી માહિતી સાથેની કોલમો મુજબ જે તે વિસ્તારનાપોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. () મકાન માલીકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં કેટલાચો.મી.બાંધકામ, () મકાન ભાડે આપવા સત્તા ધરાવતી વ્યકિતનું નામ, () મકાન કયારે ભાડે આપેલ છે તથા માસીક ભાડુંકેટલું, () કઇ વ્યકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા સરનામા, () મકાન માલીક અને ભાડુઆતનો સંપર્ક કરાવનારવ્યકિતનું નામ જણાવવાનું રહેશે.

જાહેરનામું તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.