ગુજરાતમાં ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભાજપ સક્રિય એક્શન મોડમાં છે ખાસ કરીને સૌરાષ્ટમાં આપના કેજીરિવાલ અને મનીષ સીસોદીયાના આંટાફેરા વધ્યા છે અને આવતા ટૂંક સમયમાં કોંગ્રેસની પણ વિધાનસભા સીટોની યાદી જાહેર થાય તેવી શકયતાઓ રહેલી છે બીજી તરફ શનિવારે સરકારના બે મંત્રીઓ પાસેથી મંત્રી પદના ખાતાઓ આંચકી લેવાયા છે જે બાબત ખૂબ ચર્ચાઓમાં છે જેના પડઘા સ્થાનિક રાજકારણ સુધી પડ્યા છે અને ધારાસભ્ય અને જવાબદારો લોકો પ્રજા વચ્ચે જવા સક્રિય બન્યા છે સિહોર ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ આજે સિહોરના ગ્રામ્ય ઘાંઘળી તેમજ સોનગઢ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ શરૂ કર્યો છે જે પહેલા તેઓએ આજે શ્રાવણ માસના પવિત્ર સોમવાર અંને અગિયારસ હોય દિવ્યેશ સોલંકી દ્વારા સિહોર મુક્તેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજા અર્ચના સાથે મહાલઘુરુદ્રી તેમજ મહાઆરતી સાથે શિવપ્રસાદનું આયોજન કર્યું હતું જેમાં કાર્યકરો, હોદેદારો, મહાનુભાવો, ખાસ ઉપસ્થિત રહ્યા હતા શનિવારે મોડી રાત્રે સરકારના બે મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને પુર્ણેશભાઈ મોદી પાસેથી કેબિનેટ કક્ષાની જવાબદારી આંચકી લેવાયા બાદ જે ઘટનાના પડઘા સ્થાનિક રાજકારણ સુધી પણ પડ્યા છે