ડીસા શહેર દક્ષિણ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે અમનપાર્ક સોસાયટીના ગેટ આગળ જુગાર રમતાં સાનુ રફીકભાઇ કુરેશી (રહે. છોટાપુરા ગવાડી, તાપડીયા મસ્જિદ પાસે,ડીસા), સહેબાજ રફીકભાઇ કુરેશી (રહે. છોટાપુરા ગવાડી, મદની હોસ્પિટલ પાસે,ડીસા) સરફરાજ મહમદહુસુફ્ર
શેખ (રહે. અમનપાર્ક સોસાયટી, ડીસા) ફીરોજ મહમદહુસુફ્ર શેખ (રહે. અમનપાર્ક સોસાયટી, ડીસા) અકરમ રબ્બાની કુરેશી (રહે. છોટાપુરા ગવાડી, મિનારા મસ્જિદ પાસે,ડીસા) ને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. 1,11,200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.