દાહોદ મા શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14 માં વાર્ષિક મહામહોત્સવ ની ઉજવણી કરવામાં આવી દાહોદ માં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪મા મહા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું,  ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આ સમગ્ર આયોજન શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવ માં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ , ટિવિંકલ શર્મા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા, કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી અને રાજ્યમાંથી પણ ભક્તો આવ્યાં હતાં તેમજ પ્રભુ શ્રી ખાટું શ્યામ ના ભજનોમાં મન મુગ્ધ બન્યા હતા, 14 માં વાર્ષિક મહામહોત્સવ ની સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથો સાથ ઈત્ર ની વર્ષા પણ કરવામાં આવી હતી, જ્યાં સહુ ધર્મ પ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું