ડીસા તાલુકાના રોબસ મોટી ગામના સુરેશજી કાળુજી ભાદરીયા (ઠાકોર) તા. 12/01/2025 ના રોજ દીકરી અને પત્નીને અમદાવાદ જવાનું હોવાથી ઘેરથી ડીસા નવા બસ સ્ટેશન આવ્યા હતા અને દીકરી તથા પત્નીને બસમાં બેસાડી ત્યાંથી ગાયત્રી મંદિર આવીને રીક્ષામાં બેસીને આખોલ આવીને ઉતર્યા હતા.

તેમની સાથે રીક્ષામાથી ઉતરેલ બે અજાણ્યા શખ્સો સુરેશજીને વાતોમાં લાવી ચાલતા-ચાલતા ભીલડી જવાના રોડ ઉપર બ્રિજના છેડે લઇ ગયા હતા અને ત્યાં જઇને કાનમાં પહેરવાના ગોખરૂ તથા ઝોલા ઉતરાવી

 કાપડની થેલીમાં મુકાવી નજર ચૂકવી કાપડની થેલીમાં રહેલ રૂ. 46,640 ના સોનાના ગોખરૂ અને રૂ. 80 હજારના કાનમા પહેરવાના સોનાના ઝોલા સહીત રૂ. 1,27,240 ના સોનાના દાગીના લઇ રફુચક્કર થઇ ગયા હતા.જેથી સુરેશજી કાળુજી ભાદરીયાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.