દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં બંને બેઠક પર સ્કુટીનીના અંતે ૨૯ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. ખંભાળિયાની બેઠક પર સાત ફોર્મ રિજેક્ટ થતા હવે ૧૪ ઉમેદવાર રહ્યા છે. જ્યારે દ્વારકાની બેઠક પર બે ફોર્મ રિજેક્ટ થતા ૧૫ ઉમેદવાર રહ્યા છે.જોકે ફોર્મ પરત ખેંચવાની મુદત હજુ બાકી છે.૧૭મીએ ઉમેદવારોની યાદી બનશે.