કલેક્ટર હિતેષ કોયાએ જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જામળાના અમૃત સરોવર ખાતે કરવામાં આવી હતી. તાલુકાકક્ષાના સ્વાતંત્ર્યદિને પ્રાંત અધિકારી હિંમતનગર અનિલકુમાર ગૌસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. 

૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જી.યુ.ડી.સી.ડીરેક્ટર જે.ડી.પટેલ, અગ્રણી વિજયભાઈ પંડ્યા તથા વિનોદભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મિલિન્દ દવે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

વિજયનગર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સ્વાતંત્રપર્વના કાર્યક્રમના બાદ જિલ્લા કલેકટર હિતેષ કોયા, ડી.ડી.ઓ. શ્રી શાહ તથા ડી.આર.ડી.એ. પાટીદારે જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. તેમજ અમૃત સરોવરના આગળના કામકાજ અંગે ચર્ચા કરી હતી.