૧ જુલાઇ ડોક્ટર ડે મનાવવામાં આવે છે. ડોકટર્સની ઉપલબ્ધિઓ અને મેડિકલ ક્ષેત્રે નવા પરિમાણો મેળવવા માટે ડોક્ટર્સનનું સન્માન કરવામાં આવે છે. જેને લઇ દર વર્ષે ભારતમાં ડોકટર્સ ડે ઉજવવામાં આવે છે.

     ડોકટર ડે નિમિતે જાયન્ટ્સ પરિવાર ના સ્થાપક પ્રમુખ ડો.લલિત બદ્રકીયા ,ડો.ભાવેશ વિરડીયા , ડો.જે.વી.મહેતા ,ડો.કે.બી.શાહ ,ડો.પ્રશાંત કળથીયા , ડો.રાજેશ શાહ ,ડો.અજય ત્રિવેદી , ડો.અરવિંદ સોનાણી , ડો.ચેતન જોશી ,ડો.સુરેશ ચાવડા , ડો.પરેશ દરજી તથા ડો.ટી.ડી.માણિયા (Ex. M.L.A) ડો. રોજેસરા (પ્રમુખ IMA) ડો.મિતુલ ભાઈ (સોનાવાલા હોસ્પિટલ ) વગેરે ને રૂબરૂ મળી ડોક્ટર ડે ની શુભકામનાઓ પાઠવેલ. તેમજ C.A. ડે નિમિત્તે જાયન્ટ્સ સભ્ય કેતન રાઠોડ ને શુભેચ્છા પાઠવેલ.

          આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલીયા , જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , યુનિટ ડીરેકટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , સેક્રેટરી દીપકભાઈ માથુકિયા , લાલજીભાઈ કળથીયા , મુકેશભાઇ જોટાણીયા , હરેશભાઈ પીઠવા , કાનજી ભાઈ કળથીયા ,અલ્કેશભાઈ જોશી વગેરે હાજર રહી ડોકટરો ને શુભકામનાઓ પાઠવવામાં આવેલ.

Dharmendra lathigara, Botad.