ફરિયાદિ - મનહરભાઇ ખાતુભાઈ પરમાર ઉ.વ.૪૦ ધંધો- નોકરી રહે.ગોધરા ૬ ગૌતમ નગર સોસાયટી રામન ગર સોસાયટીની બાજુમાં તા.ગોધરા જી.પંચમહાલ મો.નંબર- ૯૮૭૯૯૪૫૪૫૮ રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકિકત લખાવુ છુ કે હું ઉપરના બતાવેલ સરનામે રહું છું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) અને સીકયોર વેલ્યુ કંપની જે ગુજરાત રાજયમાં તથા અન્ય રાજયોમાં એ.ટી.એમ.માં નાણા જમા કરાવવાનુ કામ કરે છે. જે કંપની એ .જી.એસ કંપની સાથે કોન્ટ્રાકટ માં છે જે કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરૂ છું મારી ફરજમાં કંપનીમાં જે માણસો લોકેશન ઇન્ચાર્જ તરીકે કામ કરતા હોય તેઓની દેખરેખ રાખવાનુ છે. જેમાં લોકેશન ઇન્ચાર્જ તરીકે કામ કરનાર માણસો હોય તેઓ એ.જી.એસ કંપની કયા એ.ટી.એમ.માં કેટલા કેટલા નાણા જમા કરાવવાના હોય તેનુ ઇન્ડેન આપે જેમાં બેન્કમાંથી પૈસા ઉપાડી જે તે એ.ટી.એમ.માં નાખવાના હોય છે.
અમારી કંપનીમાં અમો ને ખેડા-આણંદ જીલ્લામાં કુલ-૮૦ એ.ટી.એમ. મશીન અમારા સીકયોર વેલ્યુ કંપનીના અંડરમાં છે. જેમાં નાણા જમા કરાવવા સારૂ લોકેશન ઇન્ચાર્જ તરીકે જીમીતકુમાર જશવંતસિંહ પરમાર રહે.ખાંડીયાબા હી તા.શહેરા જી.પંચમહાલ નાઓ છે. જેઓની સાથે કસ્ટોડીયન (લોકશેન ઇન્ચાર્જના હુકમથી નાણા જમા કરાવનાર તથા બેન્કમાંથી નાણા ઉપાડનાર) તરીકે (૧) ધર્મેશકુમાર કનુભાઈ બારૈયા રહે. ૧૭ સોહમનગર બાકરોલ તા.જી.આણંદ મો.નંબર- ૮૧૫૪૯૪૨૨૦૨. (૨) પ્રભાત કનુભાઈ માછી રહે.સી ૭ શ્રીજી નગર સોસાયટી બાકરોલ તા.જી.આણંદ મો.નંબર-૯૬ ૨૪૨૫૭૮૪૨. નાઓ કામ કરે છે. તેમની પાસે એ.ટીએમ.ની ચાવીઓ રાખવામાં આવે છે પરંતુ તેનો પાસવર્ડ જીમીતભા ઇ પાસેજ રહે છે. જે પાસવર્ડ નાણા ઉપાડતી વખતે અથવા જમા કરાવતી વખતે કસ્ટોડીયનને આપાવાના હોય છે.
ગઇ તા.૨૬/૦૩/૨૦૨૪ ના રોજ હું ગોધરા મુકામે હતો તે વખતે જીમીતકુમાર પરમાર ના પિતાજીનો મારા મોબાઇલ ઉપર ફોન આવેલ જે ફોન મે રિસીવ કરતાં જીમીતના પિતાજીએ મને જણાવેલ કે જીમીત ઘરે આવેલ નથી. જેથી જીમીત પિતા જશવંતસિંહ તથા જીમીતની પત્ની સાથે જીમીત આણંદ મુકામે ભાડે રહેતા હોય તેની તપાસ કરવા આવેલા જયા ખાત્રી તપાસ કરતા જીમીતભાઈ પરમાર બે દિવસથી ફરજ ઉપર નહી આવેલ હોવાનુ જણાય આવેલ જેથી તેમના ભાડા વાળા મકાનમાં ખાત્રી તપાસ કરતા એ.ટી.એમ.ની ચાવીઓ મળી આવેલ જેથી મને શંકા જતાં મે ધર્મેશભાઈ તથા પ્રભાતભાઈ માછી (કસ્ટોડીયન)તરીકે કામ કરે છે, તે બન્ને ને મે બોલાવેલા તેમને સાથે લઈ આણંદ ૧૦૦ ફુટ રોડ ન જીક આવેલ ગાયત્રી સોસાયટીમાં આવેલ બેન્ક ઓફ બરોડાનુ એ.ટી.એમ આવેલ છે જેનો આઇ.ડી.નંબર-1 FNANA69 નો છે જે ચેક કરતા તેમાં રૂ. ૬,૦૪,૦૦૦/- ઓછા હોવાનુ જણાઇ આવેલ આ બાબતે મે મારા ઉપરી અધિકારી કમલેશ ભાઇ દુધાજી ઠાકોર રહે.બી.૬ ગણેશ અપર્ટ મેન્ટ વસ્ત્રા પુરા રેલ્વે ક્રોશીગ પાસે વેજલપુર અમદાવાદ નાઓને જાણ કરતા. તેઓએ તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ કંપનીના ઓડીટર તરીકે હીરેનભાઈ જાદવ ને ઓડીટ કરવા માટે મોકલી આપતા આ એ.ટી.એમ મશીનનુ ઓડીટ કરતા બેન્ક ઓફ બરોડા ના એ.ટી.એમ આઈ.ડી. નંબર-1 FNANA69 માં રૂ.૬,૦૪,૦૦ ૦/- ની ખોટ હોવાનુ જણાય આવેલ. આ બાબતે મને વધુ શંકા જતા મે બંન્ને કસ્ટોડીયન (૧) ધર્મેશકુમાર કનુભાઈ બારે યા રહે. ૧૭ સોહમનગર બાકરોલ તા.જી.આણંદ મો. નંબર-૮૧૫૪૯૪૨૨૦૨. (૨) પ્રભાત કનુભાઈ માછી રહે.સી ૭ સી જી નગર સોસાયટી બાકરોલ તા.જી.આણંદ મો. નંબર-૯૬૨૪૨૫૭૮૪૨ નાઓના કાર્યક્ષેત્રમાં આવતા હોય બંનેને સાથે રા ખી આણંદ શહેરના એ.ટી.એમ પૈકી (૧) આણંદ મેઇન બ્રાન્ચ દેસાઇ હાઉસ સ્ટેશન રોડ આણંદ બેન્ક ઓફ બરોડના એ.ટી.એમ. આઇ.ડી.નંબર-1CRGJAN01 માંથી એટીએમમાં કુલ-૨૭,૬૧,૨૦૦/- રૂપિયાની ખોટ જણાય આવેલ ત થા (૨) ટાઉન હોલ બ્રાન્ચ ટાઉન હોલ પાસે વિધ્યાનગર રોડ આણંદ ના બેન્ક ઓફ બરોડા એ.ટી.એમ. આઇ.ડી.નંબર -1CRGJAN16 માંથી રૂ.૩૫,૮૯,૭૦૦/- ઓછા જણાય આવેલ હતા.
બાદ અમોએ આ બાબતે કસ્ટોડીયન ધર્મેશકુમાર કનુભાઈ બારૈયા રહે. ૧૭ સોહમનગર બાકરોલ તા.જી.આણંદ મો. નંબર-૮૧૫૪૯૪૨૨૦૨, તથા પ્રભાત કનુભાઇ માછી રહે.સી ૭ શ્રીજી નગર સોસાયટી બાકરોલ તા.જી.આણંદ મો. નંબર-૯૬૨૪૨૫૭૮૪૨ નાઓની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, ""જીમીત પરમાર પોતાની મરજી મુજબ મશીન ના પાસવર્ડ મેન્યુઅલ કરી દેતા હતા અને તેઓની આ બાબતે પુછતા જણાવતા હતા કે કામ વધારે હોવાથી મેન્યુઅલ કરેલ છે. મે ઉપરી અધિકારી ને જાણ કરેલ છે. હું તમારો સાહેબ છું આ મશીનના બધા પાસવર્ડ જીમીત પરમારે બદલેલા હતા આ મશીનમાં તેઓ પોતાની મરજી મુજબ નાણા ભરવાનુ તથા ખાલી કરવાનુ કરતા હતા.” જે બાબતે બંને કસ્ટોડીયન કર્મ ચારીઓએ ડીકલેરશન કરાર કરી આપેલ છે. જેથી આ જીમીતકુમાર જશવંતસિંહ પરમાર રહે.ખાંડીયાબાહી તા.શહેરા જી.પંચમહાલ લોકેશન ઇન્ચાર્જ તરી કેની ફરજ દરમ્યાન આણંદ શહેર ખાતેની (૧) બેન્ક ઓફ બરોડા આઈ. ડી. નંબર-1 FNANA69 આણંદ ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટી ના એટીએમમાંથી રૂ. ૬,૦૪,૦૦૦/- (૨) આણંદ મેઇન બ્રાન્ચ દેશાઇ હાઉસ સ્ટેશન રોડ આણંદ બેન્ક ઓફ બરોડના એહે.ટી.એમ. આઈ.ડી. નંબર-1CRGJAN01 માંથી એટીએમમાં કુલ-૨૭, ૬૧,૨૦૦/- રૂ પિયા (૩) ટાઉન હોલ બ્રાન્ચ નિયર ટાઉન હૉલ વિધ્યાનગર રોડ આણંદ ના બેન્ક ઓફ બરોડા એ.ટી.એમ. આઇ.ડી.નંબ 2-1CRGJAN16 માંથી રૂ.૩૫,૮૯,૭૦૦/- મળી કુલ રૂપિયા. ૬૯, ૫૪,૯૦૦/- તા. ૨૭/૦૩/૨૦૨૪ પહેલા નાણાની પોતાના અંગત ફાયદા સારૂ ઉચાપત કરેલ હોવાનુ ઓડિટ દરમ્યાન જણાય આવેલ હોય તેઓ વિરૂધ્ધ ફરિયાદ કરવા આવેલ છુ તો મારી કાયદેસર તપાસ થવા મારી ફરિયાદ છે મારા પુરાવા મારી ફરિયાદ માં તથા તપાસમાં નીકળે તે વિગેરે છે. આ સાથે મારો ઓથોરેટી લેટર તથા ઓડીટર હીરેશભાઈ વસંતભાઇ જાદવ નાઓએ કરેલ ત્રણેય એ.ટી.એમ.ના ઓડીટ રીપોર્ટ તથા કેશ બેલેન્સીંગ રીપોર્ટ તથા એગ્રીમેન્ટ લેટર તથા જીમીત પરમાર, ધર્મેશ બારૈયા, પ્રભાત માછી નાઓના અપોઇન્ટ મેન્ટ લેટર ની નકલો રજુ કરૂ છું.
એટલી મારી હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે.