અમરેલી તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા માટે ૨૫ થી ૪૦ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૨ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત તા.૨૩/૦૮/૨૦૨૨ના રોજ રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એઇમ લીમીટેડ ભાવનગર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધો.૧૦ તેમજ ધો.૧૨ની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે.
રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી