થરાદ ડેપોની બસને ભાવનગરના નિરમા પાટીયા નજીક ગુરુવારે રાત્રે અચાનક વચ્ચે ગાય આવી જતાં 51 મુસાફરો ભરેલ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. જોકે, ડ્રાઇવરની સજાગતાના કારણે 51 પેસેન્જર ભરેલ બસમાં એક પણને ઈજા પહોંચી ન હતી.

થરાદ ડેપોની થરાદ-ભાવનગર બસ ગુરુવાર સવારે 9-30 કલાકે થરાદ ડેપોથી ભાવનગર જવા માટે નીકળી હતી. જેમાં 51 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે રાત્રે 9 કલાકે બસ ભાવનગર નજીક આવેલ નિરમા પાટીયા નજીક પહોંચી હતી.

ત્યારે બસની વચ્ચે અચાનક ગાય આવી જતાં બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. ડ્રાઇવર હસમુખભાઈ પરમારની સજાગતાના કારણે 51 પેસેન્જર ભરેલ બસમાં એક પણ પેસેન્જરને ઈજા પહોંચી ન હતી.