ડીસા ઉત્તર પોલીસે શનિવારે ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, દિપક હોટલ, સર્કલના મુખ્ય માર્ગો ઉપર રસ્તા વચ્ચે પાર્ક કરીને અડિંગો જમાવતાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી 14 વાહન ડીટેઇન કરાયા હતા. તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા સાત વાહનોની બ્લેક ફિલ્મ ઉતારાવી, ડ્રાઇવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી.
ડીસામાં ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો સમાન બની ગઈ છે. મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરીને વાહનોના કારણે અવર-જવર કરનાર રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે શનિવારે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસ.ડી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટલથી લઈ ગાયત્રી મંદિર સુધી મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરેલ બાઇક, ફોર વ્હીલરો સામે કડક કાર્યવાહી કરી 14 વાહનોને ડીટેઇન કરાયા હતા.
ડીસા ઉત્તર પીઆઇની કડક કામગીરીથી મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરેલા વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા સાત વાહનોની બ્લેક ફિલ્મ ઉતરાઇ હતી અને ચાલુ વાહને ડ્રાઇવિંગ કરતા મોબાઈલનો ઉપયોગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. સાત વાહન ચાલકોને ઇમેમા અપાયા અને અન્ય વાહનચાલકો પાસેથી રૂ.4 હજાર દંડ વસૂલ કરાયો છે.