દિવાળી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ઉષા

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બ્રેકો કંપની દ્વારા રોપવેના મેન્ટેનન્સને ધ્યાને લઇ

આગામી તા. તા.10 ઓક્ટો થી 15 ઓક્ટો

સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે

તેવું ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું

છે. આવનાર પ્રવાસીઓ હેરાન ના થાય તે માટે

અગાઉ જાણ કરવામાં આવી છે અને તા.16

ઓક્ટો થી ફરી રાબેતા મુજબ રોપવે ફરી શરૂ

કરવામાં આવશે. ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથના

સાનિધ્યમાં રોપવે જ્યારથી શરૂ થયો છે ત્યારથી

લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા

છે. ગિરનારની ટોચ પર બેઠેલા આદ્યશક્તિ

મા અંબાના દર્શન કરવા રોપવે મારફત જનાર

શ્રદ્ધાળુઓમાં પણ વધારો થયો છે. દેશ અને

વિદેશમાંથી આવનાર પ્રવાસીઓ લહાવો લેવાનું

ભૂલતા નથી.ત્યારે દિવાળીના તહેવારને લઈ

પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે ત્યારે ઉષા

બેકો કંપની દ્વારા મશીનરી મેન્ટેનન્સ ને લઇ પાંચ

દિવસ રોપવે બંધ રાખવાની જાહેરાત કરવામાં

આવી હતી. ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં

પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું

છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર

રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ

રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના

સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા

તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક

પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો

અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના

જૂનાગઢમાં કાર્યરત છે.