ડીસા શહેરમાં મારવાડી મોચીવાસમાં આતંક મચાવનાર ભૂંડ રવિવારે મહિલાને કરડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચીવાસમાં રખડતાં ઢોર સાથે રખડતાં ભૂંડનો ત્રાસ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રવિવારે આ વિસ્તારમાં રહેતી મહિલાને ભૂંડ કરડતા ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઇજાગ્રસ્ત મહિલાને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. વળી આ સમસ્યાને દૂર કરવા સ્થાનિક રહીશો દ્વારા અવાર-નવાર પાલીકા તંત્રને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાના સ્થાનિક રહીશો આક્ષેપો કરી રહ્યા છે.

 આ મામલે તંત્રના અધિકારીઓ દ્વારા આ સમસ્યાને દૂર કરી ભૂંડ પકડવાની કામગીરી શરૂ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે.