ડીસા તાલુકા પોલીસ સ્ટેશને બુધવારે ફૂવારા ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં ખેડૂતના ખેતરમાં લગાવેલ 65 ફૂવારા ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતા. મંગળવારે પોલીસે ધાનેરા અને ડીસાના આરોપીને પકડી રૂ. 22,000 ના ચોરાયેલ ફૂવારા કબ્જે કરી ફૂવારા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

ડીસા તાલુકા પોલીસ સ્ટેશને બુધવારે ફૂવારા ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં ખેડૂતના ખેતરમાં લગાવેલ 65 ફૂવારા ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.

મંગળવારે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તેમજ માનવસ્રોત આધારે રેખાજી પરબતજી ઠાકોર (રહે. મહાદેવીયા ઢાણી, તા.ડીસા) અને ધારશીજી બીજોલજી ઠાકોર (રહે. રવીયા-કોટડા, તા.ધાનેરા) ને પકડી પાડયા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી. જેથી તેણે ફૂવારા ચોરીની કબૂલાત કરી હતી.