ધાનેરાની ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગુરુવારે સાંજે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
ધાનેરાની ડી.બી. પારેખ હાઇસ્કૂલમાં ધો. 11 કોમર્સમાં ભણતા વિદ્યાર્થી તરુણ ભરતભાઇ માજીરાણાએ કોઈ અગમ્ય કારણોસર ગુરુવારે સાંજે પોતાના ઘરે ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યો હતો.આમ પરિવારના લાડકવાયા દીકરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જીવન લીલા સંકેલી લેતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
ઘટના બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાની ના પાડતાં લાશનું પોસ્ટમોર્ટમ કરાયું ન હતું.