છેલ્લા એક અઠવાડીયાથી પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાક ખાડાઓ માં પાણી ભરાઈ રહ્યુ છે જેમા બે મગરો આવ્યા ની એક અઠવાિયાથી ચર્ચા ચાલી રહી હતી જે ખેતરો માં કામ કરતા સ્થાનિક રહિશો એ જોતાં ગામ માં વાત પ્રસરી હતી આ બાબતે આજ રોજ બપોરે જમ્યા બાદ કેટલાક ખેતરો માં જતાં માણસો ને મગરે દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી નવ યુવા મિત્રો સ્થળ પર દોડી ગયા હતા જ્યાં ખાડા માંથી પાણી ભરાંયેલ હોવાથી જનરેટર લાવી પાણી ખાલી કરી પીંગળી ના જાંબાજ નવ યુવાનો એ જીવ ના જોખમે મગર ને સહી સલામત રેસ્કયું કરી આબાદ બચાવ કર્યો હતો જેમાં દીપક રતનભાઈ, જશવંતભાઈ ચુનારા, અરવિંદ સોલંકી, દીપક વિક્રમભાઈ સોલંકી અને અનેક યુવાઓએ ભારે જહેમત ઊઠાવી હતી આ તબક્કે સ્થાનિક તંત્ર તલાટી કમ મંત્રી નરેન્દ્રસિંહ સોલંકી અને સરપંચ ને જાણ કરતાં તલાટી કમ મંત્રી સ્થળ પર દોડી ગયા હતા અને જીવ દયા પ્રેમી પ્રહલાદ પરમાર ને જાણ કરતા તેમની ટીમ ફ્રેન્ડ ઓફ એનિમલસ એન.જી.ઓ પીંગળી ખાતે પહોંચી મગર ને સહી સલામત ખસેડી લેવામાં આવ્યો હતો.આવા સંજોગોમાં નવ યુવાનો ને ગામ ના નાગરિકો માટે આબાદ બચાવ માટે સરપંચ વિજયસિંહ સોલંકી, તલાટી નરેન્દ્રસિંહ સોલંકી, સચિન સોલંકી, વિજય વણકર સહિત યુવા મિત્રો ને શુભેચ્છાઓ પાઠવી હતી.