કોટલિંડોરા ગામ ની દીકરી એ નામ રોશન કર્યુ. ગામમાં પ્રથમ પી.એચ.ડી. થયાં .

ઠાસરા તાલુકાના કોટલિંડોરા ગામના વતની ઠાકોર રાઉલ ચાવડા દારાસિંહ રૂગ્બીસિંહની સુપુત્રી રાજેશ્વરીકુમારી ઠાકોર જે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં "ભારતીય નવલકથાઓમાં નદીનું આલેખન - એક તુલનાત્મક અધ્યયન" જે વિષય ઉપર મહાશોધ નિબંધ સ્વીકૃત થતાં તેમને પીએચ. ડીની પદવી પ્રાપ્ત થઈ છે તેમના માર્ગદર્શક ડૉ રાજેશ્વરી પટેલ છે

રાજેશ્વરી ઠાકોર ભવન્સ કોલેજના ડાકોરના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે હાલમાં ભવન્સ કૉલેજમાં ડાકોરમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં ઍડહોક અધ્યાપક તરીકે ફરજ બજાવે છે આ સિદ્ધ મેળવવા બદલ અભિનંદન પાઠવવાં માં આવ્યું.