બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...