શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે કાલોલ ના આંગણે શ્રીમદ્ ભગવદ્ કથા રસપાન મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ છે સોળમી ડિસેમ્બર થી બાવીસ ડિસેમ્બર સુધી દરરોજ બપોરના ૩ થી ૬ સુધી પટેલ પાર્ટી પ્લોટ ખાતે કથા યોજાશે જેમા વ્યાસપીઠ પરથી વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ પોતાની અલૌકીક વાણીમાં કથા નુ રસપાન કરાવશે સોમવારે બેન્ડ વાજા સાથે પોથીજી ની યાત્રા મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર ના નિવાસસ્થાને થી નીકળશે અને કથા મંડપમા પહોંચશે કુંતી સ્તુતી, ભીમ સ્તુતી, પ્રહલાદ સ્તુતી, ગજેન્દ્ર મોક્ષ, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, કૃષ્ણ બાળ લીલા, ગોવર્ધન લીલા,રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ, કથા વિજય ની લીલાઓનું વર્ણન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અંતિમ દિવસે તિલક આરતી મા પું પા. ગૌ ૧૦૮ શ્રી રાજેશકુમારજી મહારાજ સહપરિવાર બિરાજનાર છે જેની તડામાર તૈયારીઓ કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા પુર્ણ કરવામાં આવી છે.