વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા આયુષમાન કાર્ડ, આધારકાર્ડ તેમજ રેશનકાર્ડ E KYC કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..
ડાકોર..
ખેડા..
વોહરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા ડાકોર ખાતે આયુષમાન કાર્ડ આધારકાર્ડ અને રેશનકાર્ડ માં E KYC કરવા કેમ્પનું આયોજન કરવામા આવ્યું ડાકોર ના વોહરા સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ જીયાઉદીન એ. વહોરા ના અધ્યક્ષ સ્થાને ડાકોર ખાતે તા.૧૪/૧૨/૨૦૨૪ ને શનિવારના રોજ હઝરત પાર્ક સોસાયટી માં રાશન કાર્ડ ekyc તથા આયુષ્માન કાર્ડ કાઢવા માટે નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ડાકોરના નાગરિકોએ ભાગ લીધો હતો જેમાં રાશન કાર્ડમાં આશરે ૧૨૦ જેટલા લોકોના Ekyc કરવામાં આવ્યા હતા અને ૩૦ જેટલા લોકોના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. કેમ્પમાં જનાબ ફિરોજ ભાઈ (કાદર ભાઈ) વલ્લવ પુરાવાળા જનાબ ઐયુબભાઈ આશીપુરા વાળા જનાબ અનવરભાઈ એ વહોરા જનાબ ઇરફાનભાઈ વલ્લવપુરાવાળા જનાબ વસીમભાઈ હસનભાઈ વહોરા જનાબ અલ્તાફભાઈ આઇ વહોરા જનાબ પરવેઝભાઈ મન્સૂરી જનાબ અતીકભાઈ આઇ વહોરા જનાબ ગુલામઅશરફ (લુકમાન) વહોરા જનાબ ફિરોજ ભાઈ રખિયાલવાળા જનાબ સમીરભાઈ એ વહોરા વિગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઓપરેટર તરીકે રાજેશભાઈ સિમલજવાળા તથા સાહિદભાઈએ સહકાર આપ્યો હતો અને સમગ્ર કેમ્પનું સંચાલન ઇરફાન યુ વહોરા એ કર્યું હતું અને કેમ્પને સફળ બનાવ્યો હતો અને ઠાસરા મામલતદાર સાહેબશ્રી (પુરવઠા વિભાગ) દ્વારા કેમ્પ યોજવાની મંજૂરી આપવા બદલ વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર ધ્વારા મામલતદાર સાહેબશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.