અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ દામનગર ના પ્રોહી બુટલેગર ઇસમ ચિરાગભાઈ ચાવડા નેપાસા હેઠળ ધરપકડ કરાઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલ્યો ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ નાઓએ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર - ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહીબીશન બુટલેગર ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને , તે માટે પાસા - તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે દામનગર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એચ.એસ. સેગલીયા નાઓએ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતાં ઇસમ ચિરાગ અશોકભાઇ ચાવડા , ઉ.વ .૨૦ , રહે દામનગર , આનંદનગર , રાભડા રોડ તા.લાઠી , જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્ત તૈયાર કરી , પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ અમરેલી છે . આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમે ચિરાગ અશોકભાઇ ચાવડાને પાસા વોરંટની બજવણી કરી , વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે . જ પ્રોહી , બુટલેગર ઇસમ ચિરાગ અશોકભાઇ ચાવડાનો ગુનાહિત ઇતિહાસ ( ૧ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૧૦૪૨૮ / ૨૦૨૧ પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) . ( ૨ ) દામનગર પો.સ્ટે . પ્રોહી.ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૭૨૧૦૬૧૯ / ૨૦૨૧ , પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ બી , ( 3 ) દામનગર પો.સ્ટે . પ્રોહી.ગુ ર.નં .૧૧૧૯૩૦૧૭૨૨૦૧૯૫ / ૨૦૨૨ , પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) M33 : | આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સશ્રી આર.કે.કરમટા , તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ રીપોર્ટર...ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી.