વઢવાણ :સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2021માં સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989માં થયેલા ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી નો સુધારો એન.આઈ.સી. દ્વારા પરિવહન પોર્ટલમાં અમલીકરણ કરવામાં આવ્યો ન હતો. હકીકતમાં પરિવહન પોર્ટલમાં વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નથી. તા.01/04/2021 થી તા.24/05/2023 સુધી નોંધાયેલા વાહનોને સેવા મેળવતા પૂર્વે લોક લગાવવામાં આવે છે. વાહન માલિક તફાવતની રકમ ભરપાઈ કરી શકે તે હેતુથી એન.આઈ.સી. દ્વારા પરિવહન પોર્ટલમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ વાહનોમાં જ્યારે વાહન માલિક તેઓના વાહન સંબંધિત કોઈપણ સેવા મેળવવા માંગતા હોય તે સમય પોર્ટલ પર તેઓને તફાવતની રકમ ભરપાઈ કરવા હેતુ મેસેજ ડિસ્પ્લે કરવામાં આવે છે. જેમાં આ રકમની ઓનલાઈન કઈ રીતે ભરપાઈ થઈ શકે તેનો સંપૂર્ણ ફલો પણ સામેલ છે. તફાવતની ભરપાઈ કરવા પાત્ર રકમ પણ આપમેળે પોર્ટલમાં ડિસ્પ્લે થઈ જાય છે.વાહન માલિક પરિવહન પોર્ટલ પર AHAN services>>Tax/ fee service>>Audit Recovery Fee પર જઈ તફાવતની ફી ઓનલાઈન ભરપાઈ કરી શકે છે. ફી ભરપાઈ થઈ તુરંત પોર્ટલ દ્વારા આપમેળે વાહન પર મૂકવામાં આવેલ લોક હટાવી લેવામાં આવે છે. આ માટે અરજદારે આરટીઓ કચેરીની મુલાકાત લેવાની પણ જરૂરિયાત રહેતી નથી.