તાપી જિલ્લાના વ્યારા ખાતે નેશનલ પ્રેસ એસોશિએશનની બેઠક યોજાઇ:
લોકશાહીના ચોથા સ્થંભને દબાવવું અને ડરાવવું એ લોકશાહીની હત્યા સમાન અને બંધારણીય હક્ક અને સ્વતંત્રતાનું હનન સમાન છે : પ્રમુખ હરજીભાઈ બારૈયા
તાપી: ગુજરાત ભરના પત્રકારોની અનેક સમસ્યાનાં નિરાકરણ માટે કાર્યરત અને હરેક સમસ્યામાં પત્રકારોના હિત માટે લડત આપનાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા સંચાલિત નેશનલ પ્રેસ એસોશિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હરજીભાઈ બારૈયાની ઉપસ્થિતીમાં NPA સંગઠનનાં હોદ્દેદારો, લીગલ એડવાઈઝર સહિત અનેક જીલ્લા પ્રમુખો અને પત્રકાર મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી,
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના અનેક પત્રકારો પાછલા કેટલાક મહિનાઓથી સહાયક માહિતી નિયામક અધિકારી સાથેનાં સંબંધોની ચર્ચાઓ જગજાહેર બની છે, ત્યારે સરકારની યોજનાઓ અને તાપી જીલ્લાના અનેક સમાચારો અને વિકાસ ગાથાઓ લોકો સુઘી પહોચાડવાનું અને સમાજમાં જાગૃતિ લાવવા પેપરના માધ્યમથી કાર્ય કરતાં પત્રકારોને દબાવવાનું અને ડરાવવાનું કાર્ય કરતાં આ માહીતી વિભાગનાં અધિકારીએ ઓડિયો અને વિડિયો ક્લિપ વાયરલ કરી જણાવ્યું છે કે, મેં આ પેપરો બંધ કરાવ્યા છે,
આ સંજોગોમાં પત્રકારોની અનેક સમસ્યાનાં નિરાકરણ માટે કાર્યરત અને પત્રકારોના હિત માટે લડત આપનાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નેશનલ પ્રેસ એસોશિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હરજીભાઈ બારૈયા અને NPA સંગઠનનાં હોદ્દેદારો અને લીગલ સેલ તાપી જિલ્લાના પત્રકારોની પડખે રહી તેઓની લડત રાજ્ય વ્યાપી બનાવી હતી, અને પત્રકારો અને અધિકારી સાથેનાં સંબંધો અંગે અનેક મીટીંગો કરી હતી પરંતુ મામલો વધુ બિચક્યો હતો અને અંતે સમગ્ર રાજ્યમાં અધિકારી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવી પત્રકારોને ન્યાય અપાવવાનું કાર્ય ઉપાડ્યું હતું, જેના ભાગરૂપે આજે તાપી જિલ્લા મથક વ્યારાના સર્કિટ હાઉસ ખાતે નેશનલ પ્રેસ એસોશિએશનની મીટીંગ યોજી પત્રકારોની સમસ્યાઓનાં સુખદ સમાધાન વિશે ચર્ચાઓ કરી હતી અને લીગલ કમિટી દ્વારા અનેક સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા,
અને તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિતોની રક્ષા માટે લડત વધુ તેજ કરવા માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર અને બહુજન સમ્રાટનાં તંત્રી
પરેશભાઈ અટાલીયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો, અને દરેકનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાપી જિલ્લાના પ્રમુખ પીનલભાઈ ગામીત અને તાપી જિલ્લાની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.
આજના કાર્યક્રમમાં પ્રમુખ હરજીભાઈ બારૈયા સાથે પ્રદેશ ખજાનચી વિજય મૈસુરિયા, પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ, સુરત જિલ્લા મહામંત્રી ઝારા ખાન, નેશનલ પ્રેસ એસોસિએશનના લીગલ એડવાઈઝર એડવોકેટશ્રી નવીનભાઈ ચૌહાણ, મહુવા તાલુકા પ્રમુખ રાજુભાઈ ગોહેલ, સુરત જિલ્લા પ્રભારી જીગીસ સોસા સહિત બહુજન સમ્રાટનાં માલિક દીપકભાઈ ઈગલે સહિત માંડવી તાલુકાના હોદ્દેદાર ગોવિંદ ચોધરી સહિત અન્ય અલગ અલગ જિલ્લા, તાલુકામાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો.