અરવલ્લી જિલ્લાની ભિલોડા કોટેજ હોસ્પિટલમાં (સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ )ભિલોડામાં પૂરતો સ્ટાફ ભરવા માંગ કરવામાં આવી .
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી કોગ્રેસ ડિપાટઁમેન્ટ ના મંત્રી પરાગ ભગોરાએ કમીશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, તબીબી વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. તેમજ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ અને અપૂરતા સ્ટાફના કારણે દદીઁઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.હોસ્પિટલ માં X-RAY ટેકનીશીયન, રેડિયોલોજીસ્ટ, માઈક્રોબાયોલોજીસ્ટ , ફિઝીશીયન, પેથોલોજીસ્ટ ટેકનોલોજીસ્ટ તેમજ આઈસજઁન સહિતની જગ્યાઓ સત્વરે રિકત સ્થાનો ભરવા માટે માંગ કરવામાં આવી. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.