કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે મૃતક ૧૫ વર્ષીય સગીર વયના બાળકના વાલી દ્વારા (૧) આરીફ ઊર્ફે ડિંગુ યાકુબ પાડવા રે. વેજલપુર (૨) ઈમરાનભાઈ ઊર્ફે ઈનાન કરીમભાઈ પથીયા.(૩) કાયદાના સંધર્ષ મા આવેલ બાળક તમામ રે. વેજલપુરનાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યુ છે કે ગત તા ૨૧/૧૧/૨૦૨૪ ની રાત્રે ૮:૧૫ કલાકે ત્રણેવ આરોપીઓએ ભેગા મળીને ઈમરાન ઊર્ફે ઈનાન ના કહેવાથી કાયદાના સંધર્ષ મા આવેલ બાળક એ ગત તા ૨૧/૧૧ ના રોજ ઇમરાનની બાઈક ઉપર મૃતક કિશોર ને બેસાડી ચલાલી ચોકડી પાસે આરીફ અને ઈમરાન પાસે લઈ જઈને ઉતારેલ ત્યારબાદ કાયદાના સંઘર્ષ મા આવેલ બાળકને ઈમરાન બાઈક ઉપર બેસાડી તેના ઘરે મુકી આવેલ અને ચલાલી ચોકડી પર મૃતક કિશોર અને આરીફ પાસે આવેલો અને ઈમરાન ઊર્ફે ઈનાન અને આરીફ ઊર્ફે ડીંગો બન્ને મૃતક કિશોર ને બાઈક ઉપર બેસાડી ચલાલી રોડ ઉપર આગળ મહાદેવ ના મંદીર પાછળ પ્લોટિંગ કરેલ જગ્યાએ લઈ ગયા હતા જ્યા આરીફ ઊર્ફે ડીંગો યાકુબ પાડવા એ મરણ જનાર કિશોર ના કપડા કાઢી બળજબરી પુર્વક સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરેલ અને મરણ જનાર કિશોર આ વાત તેના ઘરના સભ્યોને કહી દેશે તેવી બીક ને કારણે ગળુ દબાવી ઈમરાન ની મદદથી મરણ જનાર કિશોર ની હત્યા કરી બંનેવે ભેગા મળીને કિશોર ની લાશને ચલાલી ચોકડી પાસે તળાવમા નાખી દીધેલ આમ આરોપીઓએ ભેગા મળીને એક સંપ કરી કાયદાના સંઘર્ષ મા આવેલ બાળક ની મદદથી માસુમ કિશોરને બોલાવી જાતીય સતામણી કરી પકડાઈ જવાના ડરે બે આરોપીઓએ હત્યા કરી દેતા સમગ્ર પંથકમા ત્રણેવ નરાધમો ઉપર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે હત્યા અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ વેજલપુર પીઆઈ એમ બી ગઢવી દ્વારા શરૂ કરવામાં આવી છે.