મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ખાસ ઝુંબેશ અંતર્ગત ચૂંટણી મામલતદાર એમ બી શાહ દ્વારા કાલોલ તાલુકાના અલીન્દ્રા અને મધવાસ મતદાન મથકો ની મુલાકાત કરી પ્રક્રિયા નુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
૦૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા વઘુમા વધુ ફોર્મ ભરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનવ્યે મામલતદાર ચૂંટણી શાખા દ્વારા કાલોલ તાલુકાના મતદાન કેન્દ્રો ની મુલાકાત કરી નવા મતદાર નોંધણી અંગેની કામગીરી નુ નિરીક્ષણ કરેલ લોકશાહીના પર્વ સમાન વિવિધ ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.