સુરત શહેર વરીયાળી બજાર સ્થિત એશિયા ખંડની રિફાઈ સીલસીલા ની મોટી ખાંનકાહ શરીફ રિફાઈ સાહેબની મોટી ગાદીમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈ સૂફી પંથના સ્થાપક સૂફીસંત હઝરત સૈયદ અહમદ કબીર માસુકુલ્લા રિફાઈ (૨.અ)નો ૮૬૮ મો વાર્ષિક ઉર્સ તેમજ ભારતમાં સૌપ્રથમ સુરતમાં રિફાઈ સિલસિલાની શરૂઆતનો ૮૪૬ મો વાર્ષિક ઉત્સવ તેમજ હઝરત સૈયદ અબ્દુર્ર રહીમ રિફાઈ (ર.અ) પ્રથમ ૭૯૬મો તેમજ ભારત તથા એશિયા ખંડમાં સૂફી પરંપરા ના પ્રખર પ્રચારક અને ખાનકાહે કંલા ગૌસુરિફાઈ રિફાઈ સાહેબની ગાદીના સ્થાપક સજજાદાહ નશીન હઝરત સૈયદ નજીબુદ્દીન અબ્દુર્રરહીમ મહેબૂબલ્લાહ રિફાઈનો ૩૪૪ મો વાર્ષિક ઉર્સ શરીફ મઝારે મુબારક વરીયાળી બજારની મોટી ગાદી ખાતે તારીખ ૧૯/૧૧/૨૦૨૪ ને મંગળવાર થી ૨૫/૧૧/૨૦૨૪ સોમવાર એક સાપ્તાહિક સુધી પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે તે પ્રસંગે ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સવારે આઠ વાગે ખાનકાહ શરીફ થી જુલુસ નીકળી શહેરના વિવિધ સ્થળો પર ફરી ખાનકાહ શરીફ ખાતે પરત ફરશે ત્યારબાદ અસરની નમાજ પછી મઝારે મુબારક પર સંદલ શરીફ રસમ અદાઈગી કરવામાં આવશે, ત્યારબાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતના અનુયાયીઓ માટે આમ નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવશે ત્યારબાદ રાતે ઈશાની નમાજ પછી રાતે રિફાઈ નો જલાલી જલસો યોજાશે ઉસ શરાફના બધા જ કાર્યક્રમો રિફાઈ સૂફી પંથના મોજૂદા સજજાદાનસીન (ગાદીપતિ) હઝરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ સાહેબ અને ખાનકાહ શરીફના પ્રમુખ હઝરત સૈયદ લતીફૂદ્દીન શાહ બાબાની સદારત અને નિરીક્ષણમાં યોજાનાર હોવાનું જાણવા મળેલ છે જેમાં કાલોલ શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અકિદતમંદ અને અનુઆયો રવાના થયા છે.