બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં એક યુવક કામ ધંધે જઈને બધા જ પૈસા મોબાઈલ ગેમમાં નાખી દેતો હતો. પત્નીને એક પણ રૂપિયો ન આપતા પત્ની અન્ય લોકોના ઘરે જઈ કામ કરી ઘર ખર્ચ સંભાળતી હતી. પતિ પત્ની પર વહેમ શંકા કરતો હતો જેથી કંટાળીને મહિલાએ 181 નો સંપર્ક કર્યો હતો. જેમાં 181ની ટીમે યુવકની શાન ઠેકાણે લાવી છે.

આજના સમયમાં ફોન એક સામાજિક દુષણ બની ગયું છે. માણસે પોતાની જાતને ફોનમાં જ વ્યસ્ત કરી દિધો છે. અને પોતાના પરિવાર ને પણ સમય આપી શકતો નથી. અને પરિવાર નું વિચારતો પણ નથી. એવો જ એક કિસ્સો બનાસકાંઠામાં એક ગામમાં સામે આવ્યો છે. જેમાં પીડિત મહિલાનો પતિ પોતાના મિત્રોની સંગતમાં આવીને ફોનમાં ઓનલાઇન ગેમ રમવાની આદતથી પોતાના જ પરિવારને હેરાન કરતો હતો અને કમાણીના બધા પૈસા ઓનલાઇન ગેમ માં નાખી દેતો હતો. અને તેની પત્ની પોતાના ત્રણ સંતાનો ના ભરણપોષણ માટે બહાર લોકોના ઘરે કામ ધંધે જાય અને ઘરેનું પૂરું પાડતી હતી જોમે પતિ તેની પત્ની પર ખોટા વ્હેમ કરતો હતો. જેથી તો કંટાળેલી પત્નીએ આખરે રાતના 12 વાગે 181 મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો.

બનાસકાંઠા 181 ટીમ ઘટનસ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણ્યા બાદ પતિને કાયદાકિય રીતે સમજાવી તેના ફોનમાંથી બધી જ ગેમ ડિલીટ કરાવીને પોતાના પરિવાર માટે વિચારવા અને પોતાના બાળકો ની ભવિષ્ય શું થશે જો એ આજ રીતે ગેમ રમ્યા કરશે તો. તેમ સમજાવીને તેને પોતે કામધંધેથી આવતા પૈસા પોતાના પરિવાર માટે ઘરખર્ચ માટે આપવા જોઈએ અને પત્ની પર ખોટા વહેમ શંકા કરવી નહિ. આમ બંને પક્ષે શાંતિ થી સમજાવીને બંનેની મરજીથી સમાધાન કરાવ્યું હતું.