ધાનેરા માં વર્ષો જૂનું શોપીંગ સેન્ટર એટલે કે શીતલ શોપીંગ સેન્ટર જે વર્ષો થી જ્જરીત હતું જે તોડી પાડવા પાલિકા એ અનેક વાર નોટિસો આપી હતી પણ જ્યાં સુધી સેટીંગ ન થયું ત્યાં સુધી ન તૂટ્યું બરોબર રાજકીય આગેવાનો એ મધ્યસથી કરતા મોટુ સેટીંગ કરી નીતિ નિયમો નેવે મૂકી બાંધકામ શરૂ થયું જે આજે પૂરું થવાના આરે છે મહત્વ ની વાત એ પણ છે શોપીંગ ની રીનોવેશન ની મંજૂરી મેળવી પૂરું શોપીંગ નવું બનાવી લેવાયું અને એમાંય મજા ની વાત એ છે કે આગળ નો વેરો શોપીંગ નો લાખો નો બાકી છે છતાં રીનોવેશન ની મંજૂરી અપાઈ સુ તમને લાગે છે કે પાલિકા એ મફત માં મંજૂરી આપી હશે ? ધાનેરા ના એક બિલ્ડર એ ભાજપ આગેવાન ને આગળ કરી પાલિકા પર દબાણ લાવી ને મસમોટુ કૌભાંડ પાર પાડ્યું છે શીતલ શોપિંગ સેન્ટર ને લઈ અનેક આર ટી આઈ કરાઈ પણ રૂપિયા ના જોરે દબાઈ દેવાdયું કોઈ પૂછે તો પાલિકા નો એક કર્મચારી તો ખુલ્લેઆમ બિલ્ડર ને મળી લેવાનું કહે છે ત્યારે પાલિકા ના આ મહાશય એ કેટલું કરી લીધું હશે એ પણ સવાલ મોટો છે પાલિકા સામાન્ય વેરા ને લઈ કનેકશન કાપવા નીકળે છે તો શીતલ શોપીંગ નો લાખો નો વેરો કેમ ન દેખાયો સરકાર ને ચૂનો લગાડનાર કોણ ? શીતલ શોપીંગ સેન્ટર ની સચોટ તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે તો ઘણા ટેબલ ના અધિકારી ઓ ઘર ભેગા થશે એ નક્કી જ છે હાલ તો માત્ર એક ઇસારો જ છે પણ બહુ જલ્દી એક એક નામ સાથે કોણ કેવો રોલ ભજવી રહ્યું છે તેનો ખુલાસો પણ સામે આવશે જ એ નક્કી જ છે શીતલ શોપીંગ ના જુના બાકી વેરા પાલિકા કેટલા સમય માં વસુલે છે એ જોવાનું રહ્યું બાકી ટેબલે ટેબલે શીતલ શોપીંગ નો વેરો બોલતો થશે એ નક્કી જ છે