ભાઈ બહેનના વચ્ચેના અટુટ બંધન અને સંબંધો તેમજ બંને વચ્ચે પાંગરતા પરસ્પર લાગણી વિશ્વાસ પ્રેમ સ્નેહ અને હેતના પાવન પર્વ એટલે એટલે કે રક્ષાબંધનના તહેવાર જે પાવન તહેવાર સમગ્ર દેશભરમાં દર વર્ષે શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે રંગે ચંગે યોજાય છે જેમાં આજે શ્રાવણી પૂનમ અંતર્ગત સમગ્ર દેશ ભર સહિત હાલોલ પંથકમાં પણ ભાઈ બહેનના હેતના પાવન પર્વ રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે પ્રેમભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઠેર ઠેર વહેલી સવારથી જ ઉત્સવપ્રિય નગરી ગણાતા હાલોલ નગર ખાતે તેમજ સમગ્ર તાલુકા પંથકમાં બહેનોએ પોતાના ભાઈના હાથના કાંડે રેશમનો તાંતણો રક્ષાનો દોર બાંધી પોતાની રક્ષાનું વચન લઇ ભાઈઓના માથે કંકુ તિલક કરી મોઢા મીઠા કરાવી તેઓની સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુની પ્રાર્થના ભગવાનને કરી હતી અને ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ સ્નેહ હંમેશા બની રહે તેવી અભિલાષાઓ વ્યક્ત કરી હતી જેમાં ભાઈઓએ પણ પોતાના બહેનના માથે વાત્સલ્ય ભર્યો હાથ મૂકી બેનને  રક્ષાનું વચન આપી મોટી બહેન હોય તો આર્શીવાદ લઈને તેમજ નાની બહેન હોય તો પ્રેમ આપી પોતાની હસ્તી અને ગજા પ્રમાણે બહેનને રોકડ રકમ કે પછી ગિફ્ટ સ્વરૂપે મહામૂલી ભેટ આપી ભાઈ બહેનના હેતના પરસ્પરસ પ્રેમ લાગણી રક્ષાના અને વિશ્વાસના પાવન પર્વ રક્ષાબંધનની રંગે ચંગે ઉજવણી કરી હતી 
 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं