ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે મૂળ ક્વાટ વિસ્તારમાં રહેતા આદિવાસી દંપતી પીપળા ગામે વાડીએ ભાગ્યું રાખી ખેત મજૂરી કામ કરતા હતા. ત્યારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ 3 શખસ વાડીમાં આવતા દંપતી દ્વારા ટપારવામા આવ્યા હતા. ત્યાર બાદ ત્રણેય શખસ દ્વારા લાકડાના ધોકા વડે મહિલાના પતિ ઉપર હુમલો કરી માર મારી માથાના અને કાનના ભાગે ગંભીર ઈજા કરી હતી. આ ઉપરાંત મહિલાને રૂમમાં લઈને ઉપર વારાફરતી 3 શખસ દ્વારા ગેંગરેપ કર્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આમ બનાવને લઈને ચકચાર ફેલાઇ છે.ધ્રાંગધ્રા વિસ્તારમાં પિયતની સુવિધાને લઈને છોટાઉદેપુર ક્વાટ ગોધરા દાહોદ અને મધ્યપ્રદેશ વિસ્તારના 20,000થી વધુ ખેતમજૂર પરિવારો આવીને વાડીમાં રહી ભાગ્યું રાખી ખેત મજૂરી કામ કરે છે. ત્યારે ધ્રાંગધ્રાના પીપળા ગામે કવાટના દંપતી સવજીભાઈ ગોરધનભાઈની વાડીમાં ખેતમજૂરી કામ કરતા હતા અને વાડીમાં રહેતા હતા. ત્યારે રાત્રિના 12:00 વાગ્યાની આસપાસ 3 શખસ વાડીમાં લૂંટ કરવાના ઈરાદે આવતા રાત્રે મહિલાના પતિ દ્વારા ત્રણેયને ટપારિયા હતા. આથી આરોપીઓ દ્વારા લાકડીના ધોકા વડે હુમલો કરી મહિલાના પતિને માથાના ભાગે ગંભીર ઈજા કરી રૂ. 1500 લૂંટ કરી મહિલાને રૂમની અંદર લઈ જઈ વારાફરતી ત્રણેય આરોપી દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો.ત્યારે બનાવ અંગે વાડીના માલિકને જાણ કરી ધ્રાંગધ્રા સરકારી દવાખાને ભોગ બનનારને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી જે.ડી.પુરોહિત, તાલુકા પીઆઇ યુ.એલ.વાઘેલા અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક ટીમ દ્વારા મહિલાની ફરિયાદ લઈ અને મહિલાના પતિને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતો.આ અંગે વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ યુ.એલ.વાઘેલા કરી રહ્યા છે. ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું કે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે ઓળખ પરેડ કરવાની બાકી હોય તેથી નામ જાહેર કરવામાં આવ્યા નથી. ઓળખ પેરડ કર્યા બાદ નામ જાહેર કરવામાં આવશે .ગેંગરેપના બનાવની ગંભીતાને ધ્યાનમાં લઈને ડીવાયએસપી જે.ડી પુરોહિતના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે પોલીસની નાકાબંધીને ધ્યાને લઈને ગામ લોકોના સહકાર દ્વારા એક આરોપીને ઝડપી પાડી અન્ય બે આરોપી ભાગી ગયા હતા. પોલીસે આરોપીને પૂછપરછ કરી અન્ય 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ હળવદ તાલુકા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.