પાલનપુરના વેડંચા ગામે દિવાળીના ફટાકડા ફોડવાનું મનદુ:ખ રાખી છ શખ્સોનોએ ધોકા લાકડી અને પાઇપ મારી યુવકને ફ્રેકચર કર્યુ હતુ. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
પાલનપુર તાલુકાના વેડંચા ગામે રહેતા વસંતભાઇ કાંતિભાઇ ભાટીયા તેમનુ એકટિવા લઇને આકેસણ નજીક પસાર થઇ રહ્યા હતા. ત્યારે દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી એકટીવા રોકાવી ગામના અંકિતભાઇ રામાભાઇ લોહ, નિલેશભાઇ નરસિંહભાઇ લોહ, રમેશભાઇ
સેવંતીભાઇ મોર, વિજયભાઇ શાંતુભાઇ જુડાળ, હસમુખભાઇ પરથીભાઇ લોહ તેમજ અન્ય ચારથી પાંચ શખ્સોએ ધોકા લાકડી અને પાઇપ મારી વસંતભાઇને ગંભીર ઇજા પહોચાડી હતી. તેમજ જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હતા. આ અંગે કાંતીભાઇ ડોહજીભાઇ ભાટીયાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.