બહુપ્રતિક્ષિત થ્રિલર ફિલ્મ "ઠાર" 15મી નવેમ્બરના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે એક સત્ય ઘટના પર આધારિત પોલીસ એન્કાઉન્ટરની વાર્તા રજૂ કરશે. સબીર શેખ દ્વારા દિગ્દર્શિત અને પ્રદીપ ચૂડીવાલના મેકનીલ એન્જિનિયરિંગ લિમિટેડ બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મમાં શાહબાઝ ખાન એન્કાઉન્ટર નિષ્ણાતની ભૂમિકા ભજવે છે. એ વન સિને ક્રિએશન થકી બાલા કૃષ્ણ શ્રીવાસ્તવ દ્વારા આ ફિલ્મનું સમગ્ર ભારતમાં વિતરણ કરવામાં આવશે. ગુજરાતી ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ "અ રિયલ એન્કાઉન્ટર" નામ સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ શાહબાઝ ખાન, મુશ્તાક ખાન, રાકેશ પૂજારા, અમૃત દુજારી તથા ડાયરેક્ટર એડિટર સબીર શેખ અને ડિસ્ટ્રીબ્યુટર બાલકૃષ્ણ શ્રીવાસ્તવ   ફિલ્મ અંગે ચર્ચા કરી. પ્રેસ મીટમાં શાહબાઝ ખાન, મુશ્તાક ખાન, અમૃત દુજારી, દિગ્દર્શક - સાબીર શેખ હાજર હતા.

ફિલ્મના મુખ્ય કલાકારોમાં શાહબાઝ ખાન, એહસાન ખાન, મુશ્તાક ખાન, રઝા મુરાદ, અલી ખાન, હિમાયત આલમ અલી, અખિલેશ વર્મા, બ્રતુતિ ગાંગુલી, અનિલ નાગરથ, રાકેશ પૂજારા, સંગીતા સિંહ, હૃષિકેશ તિવારી, અમૃત દુજારી અને કલીમ અખ્તર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રદીપ ચૂડીવાલ દ્વારા લખવામાં આવી છે, અને તેના ટ્રેલરે પહેલાથી જ કેટલાક દમદાર સંવાદો સાથે દર્શકોને પ્રભાવિત કર્યા છે,જેમ કે "કોઈ નથી જાણતું કે આગળ કોનું એન્કાઉન્ટર થશે" અને રઝા મુરાદનો પ્રભાવશાળી ડાયલોગ "આ એન્કાઉન્ટર નકલી છે."


આ ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામાનો પણ સમાવેશ થાય છે જે નૈતિક દુવિધાઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા દબાણને પ્રકાશિત કરે છે.


દિગ્દર્શક સબીર શેખે આ ફિલ્મ દ્વારા વાલીઓને બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવાનો સંદેશ આપ્યો છે જેથી તેઓ સાચા માર્ગ પર રહે. તે જ સમયે, મુશ્તાક ખાને આ ફિલ્મમાં મસ્કનના પિતાનું ભાવનાત્મક પાત્ર ભજવ્યું છે, જ્યારે અનિલ નાગરથ એક રાજકારણીની ભૂમિકામાં જોવા મળશે, જે રાજકારણના ઊંડા પાસાઓને ઉજાગર કરે છે.

15મી નવેમ્બરે થિયેટરોમાં "ઠાર " જુઓ અને એક્શન, સસ્પેન્સ અને સામાજિક મુદ્દાઓથી ભરેલી આ ફિલ્મનો આનંદ લો.