રાકેશ ઝુનઝુનવાલા જન્મ 5 ઓગસ્ટ 1960ના રોજ થયો હતો, તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને શેર બજારના પણ કિંગ કહેવતા હતા તેઓ શેર બજારના બીગ બુલ તરીકે જાણીતા હતા તેઓ રેર એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતા હતા જે તેમના અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનું સંચાલન કરે છે, થોડા દિવસો પહેલા જ તેમને આકાશા નામની એરલાઇન્સ કંપની ચાલુ કરી હતી.

છેલ્લા થોડા દિવસોથી તેઓ બીમાર હતા મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં 62 વર્ષ ની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધો હતો

વાત કરીએ તેમની સંપત્તિની તો 

 તેમની સંપત્તિ તેઓ ફોર્બ્સ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ વધીને 5 બિલિયન ડોલર ( 39,527 કરોડ) થઈ ગઈ છે. એક વર્ષ પહેલા તેમની સંપત્તિ 4.6 બિલિયન ડોલર હતી. 

પ્રધાનમંત્રી મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું

રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તે નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છોડી જાય છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. વડાપ્રધાન મોદી