કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ આતંકવાદી ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. શોપિયાંમાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ CRPFના બંકર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. સદનસીબે આ હુમલામાં કોઈને નુકસાન થયું નથી. સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ શોપિયાંમાં કાશ્મીરી હિન્દુઓના ઘરને નિશાન બનાવીને આ ગ્રેનેડ ફેંક્યો હતો પરંતુ તે નજીકમાં સ્થિત CRPF બંકર પાસે વિસ્ફોટ થયો હતો. જોકે તેનાથી કોઈ નુકસાન થયું નથી. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.

સુરક્ષા દળોએ શોપિયાંના કુતપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન આતંકીઓએ સર્ચ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યા હતા. સર્ચ પાર્ટીએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. અંધારું થતાં આતંકીઓ ભાગી ગયા હતા. બીજી તરફ પોલીસ અને સુરક્ષા દળોએ એક ઘરની અંદર આતંકીઓના છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યાંથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.