ગુજરાત વિધાનસભાની 15 મી ચુંટણી નુ આવતીકાલે 8 ડીસેમ્બર 2022 ગુરુવારે રાજ્યભરની જેમ બનાસકાંઠાની 9 સીટોની મતગણતરી પાલનપુરમાં જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે હાથ ધરાવવાની છે. જેને લઈને તમામ EVM સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. તેની સઘન સુરક્ષા CAPF ના જવાનો કરી રહ્યા છે સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. બીજી બાજુ CCTV દ્વારા પણ તેના ઉપર નજર રખાઈ રહી છે. 9 વિધાનસભાની તમામ બેઠકો ઉપર 14 ટેબલો ઉપર મતગણતરી હાથ ધરાશે. જેમાં ડીસામાં 21 - પાલનપુર 20 - વાવ 24  - થરાદ 19 - ધાનેરા 20 - દાંતા 22 - વડગામ 22 - દિયોદર 19 અને કાંકરેજ 22 રાઉંડ મતગણતરી હાથ ધરાશે. જેમાં 500 થી વધુનો કાઉન્ટીગ સ્ટાફ જોડાશે. 9 વિધાનસભાના 75 ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ છે. આવતીકાલે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ જશે,