દાહોદ જીલ્લાના ઉમેદવારોને ગુજરાતની 112 ટોપ કંપનીઓમા પીએમ ઈન્ટરનશીપ યોજનામા જોડાવાની ઉતમ તક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ભારત સરકાર દ્વારા 3 જી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર હસ્તકની PM Internship Scheme(PMIS) લોન્ચ કરેલ છે જેમા ભારતની ટોચની ૫૦૦ કંપની જેમા ગુજરાતની 112 કંપનીઓમા 12246 જેટલી વેકન્સી નોટીફાઈડ થયેલ છે જેમા નજીકના વડોદરા જીલ્લાની 38 જેટલી કંપનીઓમા 1513 જેટલી પીએમ ઈન્ટર્નશીપ વેકન્સીનો સમાવેશ થાય છે .ઉકત પીએમ ઈન્ટર્નશીપમા અંતિમ વર્ષની ફાયનલ પરીક્ષા પાસ કર્યા પછી ૧૨ મહિના માટે Internship કરવા માટે ની તક આપવામાં આવશે. આ યોજના ની વધુ માહિતી તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે,
https://pminternship.mca.gov.in/login/
પર ક્લિક કરીને ઉમેદવારો ફ્રીમા રજીસ્ટ્રેશન કરી શકે છે અને પસંદગીના જીલ્લામા પસંદગીના સેકટરની વધુમા વધુ પ જેટલી કંપની જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે.
આ યોજનામાં જોડાવા માટે
1) મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની www.pminternship.mca.gov.in વેબસાઈટ પર જઈને ફ્રીમા રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ બનાવીને વિવિધ જગ્યાઓ પર એપ્લાય કરી શકશે.
2) આ યોજના માત્ર ધો.10 પાસ ,ધો12 પાસ,,આઈટીઆઈ,ડીપ્લોમા,ગ્રેજ્યુએટ પાસ થયેલ અને ૨૧ થી ૨૪ વર્ષના ઉમેદવાર (સ્ત્રી- પુરુષ) જોડાઈ શકશે .
૩) જે ઉમેદવાર બેરોજગાર છે અથવા ધેર બેઠા અભ્યાસ કરે છે (ફુલ ટાઈમ કોર્ષ કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ ) તેઓ અપ્લાઈ કરી શકે છે, જેની સરકાર માન્ય એપ્રેન્ટીસશીપ કે ઈન્ટર્નશીપ કરવાની બાકી છે તેઓ જ યોજનાનો લાભ લઈ શકશે.
૪) જેમના કુટુંબની 2023-24 વાર્ષિક આવક ૮ લાખથી ઓછી છે અને કુટુંબમા સરકારી નોકરી નથી તે પણ જોડાઈ શકશે.
(૫) અરજી કરનારનો મોબાઈલ નંબર અને બેંક ખાતાનો નંબર આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ
(૬)અરજી કરનારે તેમની લાયકાત માર્કશીટ અપલોડ કરવાની રહેશે
પીએમ ઈન્ટર્નશીપ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને દેશની ટોપ 500 કંપનીમા કામ કરવાની અને શિખવાની તક મળશે સાથે દર મહીને 12 માસ સુધિ માસીક ભથ્થુ રુ.5000/- મળશે તેમજ સરકાર તરફથી એક વખત અનુદાન રુ 6000/ મળશે .તેમજ કંપની દ્વારા 12 માસની તાલીમ ફ્રીમા આપવામા આવશે તેમજ સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જીવન બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમાનો લાભ આપવામા આવશે , ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
ભારતની ટોચની કંપનીમા જોડાવા માંગતા ઉમેદવારોને તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં www.pminternship.mca.gov.in
પોર્ટલ પર ફ્રીમા ઓનલાઈન પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવીને મનગમતી પ કંપનીમા એપ્લાય કરવા જણાવવામા આવે છે આ અરજી કરવામા મુશ્કેલી જણાય તો ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની સાઈટ પરથી યુ ટયુબ વીડીયો જોવા તેમજ જીલ્લા રોજગાર કચેરી ,જીલ્લા સેવા સદન છાપરી ,દાહોદ તેમજ નજીકની આઈટીઆઈનો સંપર્ક કરવા જણાવવામા આવે છે.