ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે ત્યાં જ યુવી ઈવેન્ટ્સ અમદાવાદીઓ માટે એક અનોખો સંગમ લઈને આવી છે, જેનું નામ છે "શુભારંભ "- એક નવી શરૂઆત. નામ જાણીને આશ્ચર્ય થાય કે આ તે વળી હશે શું? "શુભારંભ" એ 3 દિવસીય કાર્યક્રમ છે જેમાં 22, 23 અને 24 એમ 3 દિવસ અલગ- અલગ સિંગર્સ/ બેન્ડના લાઈવ કોન્સર્ટ યોજાશે.  "શુભારંભ"નું આયોજન અમદાવાદના શીલજ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. એમાં 22મી નવેમ્બરે ઈશાની દવે, 23મી નવેમ્બરે જીગરદાન ગઢવી તથા 24મી નવેમ્બરે અઘોરી બેન્ડનો લાઈવ કોન્સર્ટ યોજાશે. અમદાવાદમાં પ્રથમવાર 3 દિવસનો સળંગ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. યુવી ઈવેન્ટ્સના ઓનર અને આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝર પાર્થ બારોટનું માનવું છે કે અમદાવાદીઓને ખાસ ગુજરાતનું એક નવું નજરાણું મળે. તે માટે આ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ અંગેના એનાઉન્સમેન્ટ કાર્યક્રમમાં જીગરદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતા.


ગુજરાતી સંગીતમાં નવીનતા અને મોર્ડનાઇઝેશનનો ટચ લાવનાર જીગરા (જીગરદાન ગઢવી) એ જણાવ્યું હતું કે, "આ શુભારંભ એ ખરેખર એક નવી શરૂઆત છે. આપણા ગુજરાતીઓના નવા વર્ષના આરંભમાં સુંદર મજાના 3 દિવસના કાર્યક્રમ દરમિયાન મ્યુઝિક, મજા અને મોજ એમ બધાનું ફ્યુઝન મળી રહેશે."

 ઓર્ગેનાઈઝર પાર્થ બારોટ જણાવે છે કે, "અમે પ્રથમવાર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી રહ્યાં છીએ. અમને સંપૂર્ણ આશા છે કે અમદાવાદીઓ આ કોન્સેપ્ટને જરૂરથી પસંદ કરશે."

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર આઈડિયા પાર્થ બારોટનો છે, અને તેને ડિઝાઇન મનીષસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે.આ 3 દિવસની ઇવેન્ટ દરમિયાન  ગુજરાતી ઉપરાંત કાઠિયાવાડી, ઉત્તર ગુજરાતી, રાજસ્થાની, મહારાષ્ટ્રીયન જેવી વિવિધ વાનગીઓનો સ્વાદ  માણી શકાશે. ઉપરાંત સ્પેશીય ફોટોબૂથ પણ હશે. સામાન્ય થિયેટરની ટિકિટ જેટલી કોસ્ટમાં અમદાવાદીઓને કોન્સર્ટની મજા મળશે.