ડીસાના મુડેઠા નજીક રવિવારે રાજસ્થાનના યુવકના માથામાં પક્કડ મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન પોલીસે જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતની તપાસ કરી ત્રણ હત્યારાઓને ઝડપી લીધા હતા. રિક્ષા ભાડું તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા માટેના ઝઘડામાં યુવકની હત્યા કર્યાનું સામે આવ્યું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના મુડેઠા ગામના ટોલનાકા નજીક તા. 2 નવેમ્બર 2024 ના રાત્રીના સુમારે રાજસ્થાનના શ્રવણરામ નિમ્બારામ ગોદારા (જાટ)ની હત્યા કરી હતી. જેનો ભીલડી પોલીસે ભેદ ઉકેલ્યો હતો.

આ અંગે સૂત્રોએ જણાવ્યુ હતું કે, શ્રવણરામ કાંકરેજ તાલુકાના ચાંગા ગામેથી રસોઈનું કામ કરતા હતા જેઓ તહેવારો પર પોતાના ઘેર રાજસ્થાન જવા નીકળ્યા હતા. દરમિયાન થરા કાંકરેજ તાલુકાના કાકરના શ્રવણભાઇ ચેહરાભાઇ રાવળની રિક્ષા સ્પેશ્યલ ભાડે કરી ભીલડી જવા નીકળ્યા હતા. તે દરમિયાન ખીમાણા સીએનજી પંપથી કાંકરેજના ખસાનો અલ્પેશજી ગલાબજી ઠાકોર અને સંજયજી નારખનજી ઠાકોર પણ રિક્ષામાં બેઠા હતા.

જ્યાં ભાડું આપવા બાબતે તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા બાબતે બોલાચાલી થતાં ત્રણેય ઇસમોએ રિક્ષા ઉભી રાખી શ્રવણરામને મારમાર્યો હતો. તેના કપડાં ફાડી નાખ્યા હતા. અને માથાના ભાગે કપાળ ઉપર લોખંડનું પક્કડ માર્યુ હતુ. શ્રવણરામ બેભાન બની પડી જતાં નાસી ગયા હતા. દરમિયાન શ્રવણરામને સારવાર અર્થે પાલનપુર અને વધુ સારવાર માટે જોધપુર લઈ જતાં ત્યાં મૃત્યુ થયું હતું. ભીલડી પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ તપાસી સહિત જૂદી-જૂદી ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.